મોરબી – નાથદ્વારા વોલ્વો સ્લીપર બસને લીલીઝંડી આપતા રાજ્ય મંત્રી

- text


મોરબીથી દરરોજ સાંજે 6.30 વાગ્યે બસ ઉપડી સવારે 5 વાગ્યે નાથદ્વારા પહોંચાડશે

મોરબી : મોરબીથી નાથદ્વારા વચ્ચે ડાયરેકટ બસની ઘણા સમયથી માંગ હતી ત્યારે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા આજથી મોરબી નાથદ્વારા વોલ્વો સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે. આજે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ લીલીઝંડી આપી પ્રથમ બસ રવાના કરી હતી.

મોરબીથી નાથદ્વારા વચ્ચે શરૂ થયેલ આ નવી સ્વીપર વોલ્વો બસ દરરોજ સાંજે 6.30 વાગ્યે મોરબી નવા બસ સ્ટેન્ડ થઈ ઉપડશે અને સવારે 5 વાગ્યે નાથદ્વારા પહોંચશે. આ બસ અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર સ્ટોપ કરશે. એવી જ રીતે નાથદ્વારાથી સાંજે 6.30 વાગ્યે બસ ઉપડશે અને વહેલી સવારે પાંચ વાગ્યે મોરબી પહોંચશે. આ બસ ઉદયપુર, હિંમતનગર, અમદાવાદ સ્ટોપ કરી મોરબી પહોંચશે આ બસનું ભાડું મોરબીથી નાથદ્વારા રૂ.1065 રાખવામાં આવ્યું છે.

- text

નવા રૂટ ઉપર શરૂ થયેલી બસને આજે શ્રમ રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, શહેર ભાજપ પ્રમુખ લખાભાઇ જારિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશ દેસાઈ સહિતના પાલિકાના સભ્યો અને ભાજપના અગ્રણીઓએ તેમજ ડેપો મેનેજર દિલીપ શામળા સહિતના દ્વારા લીલીઝંડી આપી ડ્રાઇવર અને કંડકટરને મીઠા મોઢા કરી તેમનું સન્માન કરી બસ પ્રસ્થાન કરાવી હતી.

- text