પ્યાસીઓની ખેર નથી : થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ એલર્ટ, 36 ટીમો મેદાને

- text


 

એસપી અને એએસપીની દેખરેખ હેઠળ જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત

મોરબીઃ આજે થર્ટી ફર્સ્ટની નાઈટ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને દારુ પીને છાકટા બનતાં શખ્સોને અંકુશમાં રાખવા મોરબી જિલ્લા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. એસપી અને એએસપીના દેખરેખ હેઠળ કૂલ 36 ટીમો બનાવવામાં આવી છે. જે સમગ્ર જિલ્લામાં દેખરેખ રાખશે.

- text

એસપી અને એએસપીના સુપરવિઝન હેઠળ કૂલ 36 ટીમ જિલ્લાભરમાં ચાંપતો બંદોબસ્ત રાખશે. જેમાં બે ડીવાયએસપી, 18 પી આઈ/ પીએસઆઈ, 395 કોન્સ્ટેબલ, 395 જીઆરડી ફાળવવામાં આવ્યા છે. તમામ ડિવિઝન જેમાં, મોરબી સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકો, વાંકાનેર સિટી, વાંકાનેર તાલુકો, હળવદ તાલુકો, ટંકારા તાલુકો અને માળિયા તાલુકો તેમજ મહિલા પોલીસ અને ટ્રાફિક બ્રાંચ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરશે. તમામ પોલીસની ટીમોને બ્રેથ એનેલાઈઝર મશીન આપવામાં આવશે જેનાથી દારુ પીધેલાઓને પકડી શકાશે.

આ ઉપરાંત જિલ્લામાં પાંચ જગ્યાએ ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે ત્યાં પણ સતત ચેકિંગ કરવામાં આવશે. તેમ જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text