મોરબીના કાનાભાઈ હવે ઉત્તરપ્રદેશ ગજાવશે

- text


 

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને યુપી વિધાનસભા ચૂંટણીમાં હરદોઈ જિલ્લાની જવાબદારી સોંપાઈ

મોરબી : મોરબીના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય કાનાભાઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. યુપીના હરદોઈ જિલ્લા હેઠળ આવતી આઠ વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડનાર કાંતિભાઈ અમૃતિયા અગાઉ બે વખત ચૂંટણી પ્રચારમાં ગયા બાદ આજે ફરી ત્રીજા તબક્કાના પ્રચાર માટે ઉત્તરપ્રદેશમાં સભાઓ ગજવવા રવાના થયા છે.

ચૂંટણીઓમાં વ્યૂહરચનાની કાર્ય કુશળતાને લક્ષમાં લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં કાંતિભાઈ અમૃતિયાને, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણભાઈ વોરાની સાથે અવધ ક્ષેત્ર પૈકીના હરદોઈ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. જેમાં વિધાનસભાની આઠ બેઠકો આવે છે.

- text

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આ અગાઉ તા.15 ડિસે.થી 19 ડિસે. સુધી પ્રથમ વખત, તા. 28 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હરદોઈ મુકામેની જાહેર સભામાં બીજી વખત પ્રવાસ કરી આવ્યા છે અને આજે 31 ડિસેમ્બરથી આગામી 10 દિવસ માટે તેઓ પ્રચાર અર્થે પુનઃ હરદોઈ જવા રવાના થયા છે.

- text