રફતાર પકડતો કોરોના : નવયુગ બાદ નાલંદામાં પણ કોરોનાની એન્ટ્રી, આજે 2 વિદ્યાર્થી સહિત કુલ 4 પોઝિટિવ

- text


 

ટંકારાની નાલંદા સ્કૂલમાં પ્રથમ કેસ, અન્ય 130 વિદ્યાર્થીના સેમ્પલ લેવાયા, શાળા 7 દિવસ સુધી બંધ

મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ થયા બાદ વિદ્યાર્થીઓમાં સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. આજે ફરી બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે અન્ય બે વ્યક્તિના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આમ આજે કુલ 4 નવા કેસ નોંધાયા છે.

મોરબીની નવયુગ વિધાલયમાં પોઝીટીવ આવેલના સંપર્કમાં આવેલ વધુ એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. બીજી બાજુ ટંકારા તાલુકાની નાલંદા વિધાલયમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થીનીનો આજ રોજ રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ શાળામાં અન્ય 130 વિધાર્થીઓના સેમ્પલ આજ રોજ લેવામાં આવેલ છે. જેના રીઝલ્ટ આવતી કાલે આવશે. અને શાળા 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

- text

ગઈ કાલે જાહેર કરેલ મોરબી ગ્રામ્ય વિસ્તારના 53 વર્ષના મહિલાના પતિ કે જેમની ઉંમર 54 વર્ષ છે. તેમનો રિપોર્ટ પણ આજે પોઝીટીવ આવેલ છે. મોરબી શહેર વિસ્તારમાં 22 વર્ષના અન્ય એક યુવાનનો કોરોના રિપોર્ટ આજ રોજ પોઝિટિવ આવેલ છે. આમ આજ રોજ મોરબી જીલ્લા માં કોરોનાના કુલ 4 કેસો નોંધાયેલ છે. આમ જિલ્લામાં ધીમે ધીમે કોરોના રફતાર પકડી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.

- text