માળીયા તાલુકા યુવા વિકાસ સમિતીની રચના કરાઈ

- text


નવનિયુકત અને ભૂતપૂર્વ સરપંચોનો સન્માન કરાયું

માળીયા : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરી માળીયા તાલુકા યુવા વિકાસ સમિતીની રચના કરવામાં આવી હતી. તેમજ નવનિયુકત ચુંટાયેલ સરપંચો અને ભૂતપૂર્વ સરપંચોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.

માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામ ખાતે આવેલા સતેશ્વર હનુમાનની જગ્યાએ માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિના નેજા હેઠળ નવનિયુક્ત સરપંચો અને ગત ટર્મના સરપંચોના સન્માન માટે સમારંભ રાખવામાં આવેલ હતો.

આ તકે સરપંચોએ જણાવ્યું હતું કે જે ગામના લોકોએ આપણા ઊપર વિશ્વાસ મુક્યો છે. તે ગામમાં આપેલા વચનો અને વિશ્વાસને સાર્થક કરવો એ સહુની ફરજ છે. આગામી સમયમાં આ સમિતીના માધ્યમથી ગામના સરપંચ તથા આગેવાનોની સલાહસુચન મુજબ કાર્યો કરવામા આવશે. તેમજ લોકોએ મુકેલા વિશ્વાસમાં ખરા ઊતરવા માટે કંઈક અલગ નવી રચનાત્મક કામગીરી કરવા માટે આ સમિતીને સાથ સહકાર આપવા હાકલ કરવામાં આવી હતી.

માળિયા મીયાણા યુવા વિકાસ સમિતિના મનવીરભાઇ ખાંડેખા, નયનભાઇ કાવર, મુસ્તાકભાઇ ભોરણયા, સરપંચ એસોસિયેશન પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, પત્રકાર કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અને માળિયા મીયાણા તાલુકાના સર્વાંગી વિકાસ માટે માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિની સ્થાપના કરી હતી.

ઉલ્લેખનીય છે કે માળીયા મી. તાલુકા યુવા વિકાસ સમિતી એ નીચે મુજબના કાર્યો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

(1) વિદ્યાર્થીઓ, યુવાપ્રતિભાઓ અને શિક્ષણવિદોના દર વર્ષે સન્માન કાર્યક્રમ કરવા

(2) માળીયા તાલુકામા હરિયાળી ક્રાન્તિ લાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમ કરવા અને વૃક્ષારોપણ કરવુ.

(3) વૃદ્ધ, નિરાધાર, નિ:સંતાન,વિધવા બહેનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો ઘરે બેઠા અપાવવા

(4) રમતગમતના કાર્યક્રમ કરવા

(5) બેસ્ટ ગ્રામ પંચાયત અને સરપંચોનુ સન્માન કરવુ

(6) માળીયા તાલુકાના વણઉકેલ્યા લોકહિતના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ સુઘી પહોચતા કરવામા મદદ કરવી

(7) તાલુકામાથી 5 ગામોને દતક લઈને તે ગામોની કામગીરી પૂર્ણ કર્યા બાદ બીજા ગામોમા ક્રમશ: કામગીરી કરવી

(8) એડવોકેટ, પત્રકાર, સામાજીક-શૈક્ષણિક આગેવાનોના માઘ્યમથી સમાયાન્તરે સેમિનારો લોકદરબારનુ આયોજન કરવુ

(9) મેડિકલ કેમ્પનુ આયોજન કરવુ

શરૂઆતના તબકે તાલુકામાથી કોઈપણ પાંચ ગામોને દતક લઈને આગમી મહિનાથી કામગીરી ચાલુ કરવામા આવશે. ત્યારબાદ ક્રમશઃ અન્ય ગામોમા નિરંતર કામગીરી કરવામા આવશે. આ સમિતિ સંપૂર્ણ બિનરાજકિય હશે અને સર્વે સમાજ માટે કામગીરી કરવામા આવશે.

આ ગૃપમા કોઈપણ સારા લોકો જે ખરેખર સેવા આપવાની ભાવના ઘરાવતા હોય અને ગામ અને તાલુકાના ભવિષ્ય વિશે વિચારવાની ભાવના ધરાવતા હોય એવા લોકોને સમીતી જોડવામા આવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text