મોરબી જિલ્લામાં રૂપિયા ૬૮૦ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ અને ભૂમિપુજન

- text


સુશાસન સપ્તાહની ઉજવણી નિમિતે આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરનું લોકાર્પણ કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં હાલ રાજ્ય સરકારના મહત્વપૂર્ણ સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજે મોરબીની સિવિલ હોસ્પિટલમા સુશાસન સપ્તાહની ઉજવણી નિમિતે આરોગ્ય વિષયક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોરબી જિલ્લામાં ૬૮૦ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ અને ભૂમિપુજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત પીએમવાય યોજનાના પાંચ લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા.

મોરબી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિષયક કાર્યક્રમમાં સાંસદ રમેશ ઘડુંક, મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા,જિલ્લા કલેકટર જે.બી.પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.સરડવા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર લોકોની સુખાકારી વધે અને સારૂ આરોગ્ય જળવાય રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેલ છે અને આરોગ્ય વિષયક સેવાનો છેવાડાના લોકો સુધી લાભ મળે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉભી કરી લોકોને ઘરઆંગણે આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડી રહેલ છે,

જેના ભાગ રૂપે ગઈકાલે જ સરકારના મંત્રી અને મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા, ચંદુભાઈ શિહોરા પ્રમુખ જીલ્લા પંચાયતની ઉપસ્થિતિમાં મોરબી તાલુકાના રંગપર ખાતે ૮૫ લાખના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–રંગપર, તેમજ ૨૦-૨૦ લાખના ખર્ચે નિર્મિત મોરબી તાલુકાનાં પાનેલી, ઝીકીયારી અને નીચી માંડલ તેમજ હળવદ તાલુકાના સાપકડા પેટા આરોગ્ય કેન્દ્ર એમ કુલ ૧૬૫ લાખનાં ખર્ચે નિર્મિત કુલ ૫ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

આજે પણ ૯૦ લાખનાં ખર્ચે નિર્મિત હળવદ તાલુકાના જુના દેવાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૦-૨૦ લાખ ના ખર્ચે નિર્મિત ચૂંપણી અને માથક પેટા આરોગ્ય કેન્દ્રનું એમ કુલ ૧૩૦ લાખનાં ખર્ચે નિર્મિત આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને હળવદ તાલુકાના ચરાડવા ખાતે ૩૮૫ લાખનાં ખર્ચે નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનાં બિલ્ડીંગનું ભુમીપુજન કરવામાં આવેલ છે, આમ કુલ ૬૮૦ લાખના આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ અને ભૂમિ પુજન કરી લોકોની સુખાકારીમાં વધારો કરવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text