રાજ્યભરના કાન, નાક અને ગળાના તબીબો કાલે મોરબીમાં : ઓપરેશનનો લાઈવ વર્કશોપ

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે તા.26ને રવિવારના રોજ રાજ્યભરના કાન, નાક અને ગળાના નિષ્ણાત તબીબો લાઈવ ઓપરેશન વર્કશોપમાં ભાગ લેશે.

મોરબીની ઓમ કાન-નાક-ગળાની હોસ્પિટલમાં આવતીકાલે તા.26ને રવિવારના રોજ કાનના ઓપરેશનનો લાઈવ વર્કશોપ યોજાવાનો છે.જેમાં સમગ્ર ગુજરાતમાંથી 105 જેટલા કાન-નાક-ગળાના ડોક્ટર્સ કોન્ફરન્સ હોલમાં હાજર રહી લાઈવ સર્જરી નિહાળશે.મોરબીની ઓમ કાન-નાક-ગળાની હોસ્પિટલમાં અત્યાર સુધીનો ત્રીજો લાઈવ વર્કશોપ છે.આવા વર્કશોપનું દર વર્ષે એકવાર આયોજન કરવામાં આવે છે.

ઓમ કાન-નાક-ગળાની હોસ્પિટલમાં આવતીકાલે કાનના અલગ અલગ જાતના પાંચ ઓપરેશન કરવામાં આવશે.આ ઓપરેશન અમદાવાદ અને સમગ્ર ગુજરાતના નામાંકિત ડો.સુરેશ પટેલ કરશે.આ વર્કશોપનો હેતુ જુનિયર ડોક્ટર્સને નવી ટેકનીક શીખવવી અને જુનિયર ડોક્ટર્સ નવી ટેકનીક દર્દીમાં એપ્લાય કરી શકે એ હેતુથી વર્કશોપ યોજવામાં આવે છે.તેવું ડો.હિતેશ પટેલ અને ડો.પ્રેયસ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text