ટંકારાના વોર્ડ નં.2માં બે સભ્યો વચ્ચે ટાઇ, વોર્ડ નં. 1ના સભ્ય માત્ર એક મતે જીત્યા

- text


 

ટંકારા : ટંકારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. જેમાં વોર્ડ નં.2માં નિર્મળાબેન ચાવડા અને પારુલબેન રાઠોડ બન્નેને 151-151 મળતા ટાઈ થઈ હતી. બાદમાં ચિઠ્ઠી નાખવામાં આવતા નિર્મળાબેન વિજેતા બન્યા છે. બીજી તરફ વોર્ડ નં.1માં મિત્તલબેન દંતેસરિયાને 128 મત મળ્યા હતા. તો બીજા એક ઉમેદવાર ભાવનાબેન દંતેસરિયાને 127 મત મળ્યા હતા. આમ માત્ર એક મતની લીડથી મિત્તલબેન વિજેતા બન્યા છે.

- text