ઓપો મોબાઈલ ડીલર્સ પુજારા ટેલિકોમમાં ઇન્કમટેક્સના દરોડા

- text


મોરબી : રાજકોટના મોટા ગજાના પુજારા ટેલીકોમ પર આજે ઇન્કમટેક્ષ દરોડા પડતા વેપાર-ઉદ્યોગ જગતમાં ખળભળાટ સર્જાયો છે. મોબાઇલ ઉત્પાદક કંપની ‘ઓપો’ પર દેશવ્યાપી દરોડાના ભાગરૂપે રાજકોટના પુજારા ટેલીકોમ પર આ કાર્યવાહી થઇ રહી હોવાનું જાણવા મળે છે..

રાજકોટમાં સરદારનગર મેઇન રોડ પર આવેલા પુજારા ટેલીકોમ પર સવારથી આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી હતી અને મોટાપાયે સર્ચ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ ઉપરાંત અન્ય રાજયોના અધિકારીઓની ટીમો દ્વારા તવાઇ ઉતારવામાં આવી હતી. યોગેશ પુજારા અને રાહિલ પુજારાના આ પુજારા ટેલીકોમ પર દરોડાની વાત વાયુવેગે પ્રસરી જતા અન્ય મોબાઈલ વિક્રેતાઓ પણ સાવચેત બની ગયા છે.

મોબાઇલ ઉત્પાદક કંપની ‘ઓપો’ પર દેશવ્યાપી દરોડા શરૂ કરવામાં આવ્યા છે. પુજારા ટેલીકોમ ઓપો કંપનીની ડીલર્સશિપ ધરાવતું હોવાથી તેના ભાગરૂપે રાજકોટમાં કાર્યવાહી શરૂ થઇ છે. દરોડા કાર્યવાહીમાં આવકવેરા અધિકારીઓ, સ્ટોક, વેચાણ સહિતના હિસાબી સાહિત્યની તપાસણી કરીને મોટા વ્યવહારો જપ્ત કરે તેવા નિર્દેશ સાંપડી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text