સેપક ટકરાવની સ્પર્ધામાં મોરબી જિલ્લાની ટીમ રાજ્યમાં ત્રીજા સ્થાને વિજેતા

- text


મોરબી જિલ્લાના ખેલાડીની રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા માટે પસંદગી

મોરબી : સેપક ટકરાવ એસોસિયેશન ઓફ ગુજરાતએ જુનિયર ભાઈઓ-બહેનોની સેપક ટકરાવ સ્પર્ધા યોજી હતી.જેમાં મોરબી જિલ્લાની ટીમે સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબર પર રહી બ્રોન્ઝ મેડલ મેળવેલ હતો અને ગુજરાત રાજ્યની ટીમમાંથી મોરબી જિલ્લાનો ખેલાડી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ છે.

મોરબી સેપક ટકરાવ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત સેપક ટકરાવ જુનિયર ભાઈઓ-બહેનોની સ્પર્ધા ગત તા.૨૦ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ હતી.જેમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધેલ હતો.જેમાં મોરબી જિલ્લાની સેપક ટકરાવ એસોસિયેશન માંથી નાલંદા વિદ્યાલયના ત્રણ ખેલાડીઓ અને ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ત્રણ ખેલાડીઓ કોચ/સેક્રેટરી મુસ્તાક સુમરા ટીમ સાથે સ્પર્ધા રમવા ગયેલ હતા. જેમાં મોરબી જિલ્લાની ટીમએ રમતનું સારું પરફોર્મન્સ આપી સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબર પર રહી બ્રોન્ઝ મેડલ મેળવેલ હતો.

- text

જે બદલ મોરબી જિલ્લાના સેપક ટકરાવ એસોસિયેશનના પ્રમુખ જયંતીભાઈ વડાવીયા તેમજ મંત્રી મુસ્તાક સુમરાએ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાંથી પસંદગી પામી મોરબી જિલ્લાના એક ખેલાડી જીલ ચિખલીયા ગુજરાત રાજ્યની ટીમમાંથી આગામી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા રમવા ગોવા જશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text