મોરબી જિલ્લામાં થોડા દિવસોની રાહત બાદ ફરી કોરોનાની એન્ટ્રી, વાંકાનેરનો યુવાન પોઝિટિવ

- text


 

યુવાનની છેલ્લા 10 દિવસમાં રાજકોટ, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની ટ્રાવેલ હિસ્ટ્રી

મોરબી : મોરબી જિલ્લામાં થોડા દિવસોની રાહત બાદ ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. વાંકાનેરનો એક યુવાન પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આ યુવાનની સ્થાનિક ટ્રાવેલ હિસ્ટ્રી જ હોય, ચિંતા જેવું ન હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે.

આજ રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં વાંકાનેર શહેરી વિસ્તાર માં 21 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. દર્દીએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધેલ છે. હાલ તેની તબિયત એકદમ સ્થિર છે. દર્દીની છેલ્લા 10 દિવસમાં રાજકોટ, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં મુસાફરીની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળેલ છે. દર્દીની ગુજરાત બહારની અન્ય કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

- text

બીજી બાજુ જિલ્લામાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. એટલે આરોગ્ય વિભાગે લોકોને તમામ તકેદારી રાખવા માટે ભારપૂર્વક અપીલ પણ કરી છે.

- text