મોરબીના મુખ્ય પ્રવેશ દ્વારે પુનઃ મહારાજા મહેન્દ્રસિંહજીનું બોર્ડ લગાવવા માંગ

- text


 

કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પાઠવાયું

મોરબી : મોરબી રાજપૂત સમાજ અને કરણીસેના દ્વારા નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર મહારાજા મહેન્દ્રસિંહજીનું બોર્ડ પુનઃ સ્થાપિત કરવા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પાઠવી ધારદાર રજૂઆત કરી છે.

મોરબી નગરપાલિકાના મુખ્યદ્વાર ઉપર જે તે સમયે મહારાજા મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લાગેલું હતું .જે ફરીથી લગાવવા માંગ ઉઠાવી છે.આ સાથે હાલ નગરપાલિકાની જગ્યા આવેલી છે તે મોરબી રાજવી પરિવારની હોય અને મોરબીની જનતાની સુખાકારી,લોક હિતાર્થે છે. રાજવી પરિવારે મહારાજાની સ્મૃતિ સતત પ્રજા વચ્ચે રહે તેવા હેતુથી આ પ્રજાને સોંપેલ છે. જ્યાં હમણાં સુધી મહારાજાના નામનું બોર્ડ લગાવેલું હતું.જે થોડા સમય પહેલા કોઈ કારણોસર હટાવવામાં આવેલું છે.ત્યારે તાત્કાલિક ધોરણે મુખ્ય પ્રવેશદ્વાર ઉપર ફરી બોર્ડ લગાવવા માંગ કરવામાં આવી છે.

- text

રાજપૂત સમાજ અને કરણી સેનાએ નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને આ અંગે યોગ્ય નિકાલ કરવા આવેદન પાઠવ્યું હતું. આ તકે રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા,જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા,શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજભા ઝાલા, યશવંતસિંહ ઝાલા, તેમજ રાજપુત કરણીસેના મોરબી જિલ્લા અને શહેરના હોદ્દેદારો સુખદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા,યોગીરાજસિંહ ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા,ગિરિરાજસિંહ જાડેજા, મહિરાજસિંહ જાડેજા,જયદીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text