પાવડરની આડમાં છુપાવેલો 130 બોટલ દારૂ ઝડપી લેતી એલસીબી

- text


 

વાંકાનેર બાઉન્ડ્રી નજીક એલસીબી ટીમે ઓપરેશન પાર પાડી રૂ.13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકને દબોચ્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે આજે બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પાવડર અને સ્પેરપાર્ટ્સની આડમાં છુપાવી લઈ જવાઇ રહેલ 130 બોટલ દારૂ સહિત 13.42 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

આજરોજ એલસીબી પીઆઇ વી.બી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનને લગતી કામગીરીમાં પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વિરાજસિંહ જાડેજા, તથા પો.કો. વિક્રમભાઇ કુગસીયાને સંયુકત બાતમી મળેલ કે, અમદાવાદ-રાજકોટ હાઇવે રોડ, વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટાટા 1109 વાહન નં. GJ-03-AZ-3289 વાળી પસાર થનાર છે. જે વાહનમાં અંગ્રેજીદારૂનો જથ્થો ભરેલ છે. જેને પગલે બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચમાં ગોઠવતા ઉક્ત વાહન મળી આવતા ચેક કરતા પાવડરની થેલીઓ તથા સ્પેરપાર્ટની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.

- text

વધુમાં ટાટા વાહનમાંથી સીગ્નેચર રેર એજડ વ્હીસ્કીની બોટલ નંગ-40 કી.રૂ.32800, બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-40કી.રૂ.34000 અને ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ-50 કી.રૂ. 36000 મળી આવતા એલસીબી ટીમે રાજસ્થાનના પાટિયાપણા ગામના ટ્રક ચાલક રાજુલાલજી નાનાલાલજી મીણા ઉ.વ. ૨૯ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

એલસીબી ટીમે વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ટાટા 1109 વાહન નં. GJ-03-A-3289 કિ.રૂ.10 લાખ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.13,42,840નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા અને રણવીરસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- text