મોરબી બાર એસો.ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર મેદાને

- text


 

ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે બે-બે ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી પદ માટે 3 ઉમેદવાર અને કારોબારી સભ્ય પદ માટે 6 ઉમેદવાર

મોરબી : મોરબીમાં બાર એસોસિએશનની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે પ્રમુખ પદ માટે ત્રણ, ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે બે-બે ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી પદ માટે 3 ઉમેદવાર અને કારોબારી સભ્ય પદ માટે 6 ઉમેદવાર મેદાને રહ્યા છે.

- text

બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજા, અશોકકુમાર ખુમાણ, પ્રાણલાલ માનસેતાની ઉમેદવારી રહી છે. બાર એસોસિએશન ઉપપ્રમુખ પદ માટે ચિરાગ કારીયા, દિપક ઓઝા તેમજ સેક્રેટરી પદ માટે જીતેન અગેચણીયા, બાબુભાઇ હડિયલ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે કાસમ ભોરિયા, ગૌરવ છત્રોલા, યોગરાજસિંહ જાડેજા, કારોબારી સભ્ય પદે ગોસ્વામી હિરેનગિરી, જાડેજા ઉદયસિંહ, પુજારા મયુર, સંખેસરીયા કલ્પેશ, ઉધરેજા દિવ્યેશ, વાધડીયા નિધિની ઉમેદવારી રહી છે

17મીએ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે

બાર એસોસિએશનની ચૂંટણીમાં આગામી તા. 17ને શુક્રવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાવાની છે. આ મતદાન સવારે 10 કલાકથી 2 વાગ્યા સુધી બાર રૂમ, ન્યાય મંદિર, લાલબાગ, મોરબી-2 ખાતે થશે.

- text