સાપરથી ગાળા રોડ પરના રાજાશાહી વખતના બ્રિજ પર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ

- text


મોરબી : મોરબી તાલુકાના ને.હા.થી ગાળા (એમ.ડી.આર.) રોડ તથા સાપરથી ગાળા (નોન પ્લાન) રોડ ઉપર આવેલ રાજાશાહી વખતનો બ્રિજ ખુબ જ બિસ્માર હાલતમાં છે. ચાલુ ચોમાસામાં બ્રીજ ના ૨ (બે) ગાળાને નુકશાન થયેલ છે. જેથી ભવિષ્યમાં મોટો અકસ્માત ન થાય તે માટે ટ્રાફિક પસાર થવા પર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

- text

આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે ગાળા ગામ જવા માટે NH થી ગાળા રોડ, સાપર ગામ જવા માટે મોરબી જેતપર અણીયારી સ્ટેટ હાઇવે રોડ, ગાળા થી સાપર જવા માટે ફકત હળવા વાહનો માટે ગાળા વાઘપર જેતપર ગામથી જેતપર અણીયારી હાઇવે પરથી સાપર ગામના રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું આ જાહેરનામાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text