મોરબીના વોર્ડ નં. 8માં હૃદયની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો

- text


બીજેપી ડોક્ટર સેલ તથા મોરબી નગરપાલિકાના સંયુકત ઉપક્રમે આયોજન

મોરબી : મોરબીના વોર્ડ નં. 8માં બીજેપી ડોક્ટર સેલ તથા મોરબી નગરપાલિકાના કાઉન્સિલરના સંયુકત ઉપક્રમે હૃદયની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો.

બીજેપી ડોક્ટર સેલ તથા મોરબી નગરપાલિકાના કાઉન્સિલરના સંયુકત ઉપક્રમે નિરામય ગુજરાત અંતર્ગત મોરબીના વોર્ડ નં. 8ના નાગરિકોના સ્વાસ્થ્ય માટે વિનામૂલ્યે હૃદયની તપાસના કેમ્પનું ચંદ્રેશનગર કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરેલ છે. જેમાં દરેક દર્દીને હૃદયની પટ્ટી (ECG), ડાયાબિટીસ (RBS), બ્લડપ્રેશર (BP) વગેરે રિપોર્ટ તથા ડોકટરી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીને 2D-ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી વગેરે સારવાર મા-કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું હતું. સાથે આયુષ્માન ભારત તથા મા-કાર્ડ ચેક કરવા તથા નવા કાર્ડ કાઢવાની કામગીરી પણ કરવામાં હતી.

આ કેમ્પમાં 150થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વોર્ડ નં. 8ના કાઉન્સિલરો પ્રભુભાઇ ભૂત, મંજુલાબેન દેત્રોજા, દિનેશભાઇ કૈલા, ક્રિષ્નાબેન દસાડીયા એ જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text