મોરબીમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેફામ લાઉડસ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ સંદર્ભે ચૂંટણી સમય દરમ્યાન રાજકીય પક્ષ/ઉમેદવારો/કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરતા હોય છે. ખૂબ ઊંચા અવાજે પ્રચાર કરતા લાઉડસ્પીકરોના ઉપયોગને કારણે ખૂબજ ધ્વનિ પ્રદુષણ થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લાઉડસ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગડવા ઉપર પ્રતિબંધ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

જાહેરનામા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના ૬ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી જ થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઈપણ પ્રકારના વાહન પર સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં અને પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી તથા મોટર વ્હીકલ એકટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

- text

કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધીત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખીતમાં જાણ કરવાની રહેશે, લેખીત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડસ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાઘનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે,કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text