રોક સકો તો રોક લો : રસ્તા વચ્ચે ઢગલા કરી નાસી જનારા ડમ્પરોનો તંત્રને પડકાર

- text


જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચોવચ માટીના ઢગલા ખડકી દેનાર ડમ્પરોની દાદાગીરી યથાવત

મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી ડમ્પરો માટી કે પથ્થરોના ઢગલા ખડકીને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.રોડની વચ્ચોવચ માટીના ઢગલા ખડકી દેનાર ડમ્પરોની દાદાગીરી યથાવત રહી છે.જેમાં વધુ એક વાર જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચોવચ માટીના ઢગલા ખડકીને તંત્રને રોક સકો તો રોક લોનો પડકાર ફેંક્યો છે.

મોરબી નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચોવચ કોઈ ડમ્પર ચાલક પોતાના ડમ્પરમાંથી માટીનો ઢગલો ખડકીને ફરાર થઈ ગયો છે. આ માટીના ઢગલાએ રોડની મોટાભાગની જગ્યા રોકી લીધી છે. માંડ માંડ બાઇકો નીકળે તેટલી રોડ ઉપર જગ્યા બચી છે. જેના કારણે રાત્રી દરમિયાન કોઈ મોટા વાહન નીકળે ત્યારે અંધારામાં માટીના ઢગલા ન દેખાય તો વધુ સ્પીડથી આવતા વાહનો માટીના ઢગલા સાથે અથડાઈ તો મોટો અકસ્માત થવાની ભીતિ રહેલી છે. તેથી રોડ ઉપર ખડકાયેલા આ માટીના ઢગલા તત્કાળ દૂર કરવાની માંગ ઉઠી છે. જો કે છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ઉપર ડમ્પર ચાલકોનો ત્રાસ છે.જેમાં ડમ્પરો માટીના ઢગલા ખડકીને અકસ્માત નોતરતા હોવાથી સંબધિત તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text