ટંકારાના ભૂત કોટડા ગામમાં સરપંચ પદના ઉમેદવાર જ ન મળ્યા !!

- text


રોટેશન મુજબ શેડ્યુલ ટ્રાઈબલ ઉમેદવાર હોવાથી ગામમાં સરપંચ માટે એકેય ફોર્મ ન ભરાયું : હવે ટંકારા તાલુકાની 22 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જંગ જામશે

ટંકારા : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે સરપંચ પદ માટે રોટેશન મુજબ શેડ્યુલ ટ્રાઇબલ ઉમેદવાર જ ન મળતા હવે વરરાજા વગરની જાન ઉક્તિ મુજબ માત્ર સભ્યો માટે ચૂંટણી યોજાશે. બીજી તરફ ટંકારા તાલુકામાં 42 ગામડામાં પંચાયત ચૂંટણીમાં 10 સંપુર્ણ અને 10 અંશત: મળી કુલ 20 ગામડા સમરસ જાહેર થતા હવે 22 ગામડામાં ચુંટણી જંગ જામશે અને સરપંચ પદ માટે 46 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અનોખો ઘાટ જોવા મળ્યો છે. સામાન્ય રીતે ગામના સરપંચ બનવા ઉભરતા ગ્રામીણ નેતાઓમાં હોડ જામતી હોય છે પરંતુ ભૂતકોટડા ગામમાં સરપંચ પદ માટે એક પણ ઉમેદવાર ન હોવાથી હવે માત્ર સભ્યોની જ ચૂંટણી યોજાશે. વધુમાં આ વખતે ભૂતકોટડા ગામમાં સરપંચ માટે રોટેશન મુજબ એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઈબલ કેટેગરી નક્કી કરવામાં આવી હતી પરંતુ શેડ્યુલ ટ્રાઇબલ કેટેગરીમાં એકપણ ઉમેદવાર ન હોય સરપંચ પદ માટે કોઈ ઉમેદવાર જ મેદાનમાં આવ્યા ન હતા.

- text

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટંકારા તાલુકાના 42 ગામ પંચાયતમાથી સરપંચ માટે 98 ઉમેદવારો નોંધાયા હતા જેમાં ફોમ ચકાસણી વખતે 1 ફોમ રદ થયુ હતું અને 31 ઉમેદવારે ગઈકાલે સરપંચ બનવાનું માંડી વાળી ફોમ પરત ખેંચી લીધું હતું. જ્યારે 20 ગામોના સરપંચ અને સભ્યો સામે એકપણ ફોમ નહી આવતા એ ગામડા સમરસ જાહેર થયા હતા. હવે બાકી રહેલા 22 ગામ પંચાયતના સરપંચ માટે 46 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અને સભ્યો માટે 248 હરીફો ચુંટણી લડી રહ્યાં છે. આજે નિશાનોની ફાળવણી થશે અને મતદારોને રીઝવવા માટે હવેથી પ્રચાર વેગવંતો બનશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text