ખેતરમાં ગાડી ચલાવવાની ના પાડતા યુવાન ઉપર હુમલો

- text


માળિયાના મોટા દહીંસરા ગામના બનાવમાં ચાર સામે ગુન્હો નોંધાયો

માળીયા : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના પાડનાર યુવાનને ચાર ઈસમોએ લોખંડના પાઇપ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગર રેલ્વે ફાટક પાસે ક્રિપાલસિંહ વિસુભા જાડેજાના ખેતરમાં આરોપી
(૧) અજયસિંહ ભાવુભા જાડેજા (૨) હરદેવસિંહ ભાવુભા જાડેજા (૩) જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને (૪) મજબુતસિંહ બળવંતસિંહ જાડેજા ગાડી ચલાવતા હોય ક્રિપાલસિંહ વિસુભા જાડેજાએ ખેતરમાં ગાડી ચલાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચારેય આરોપીઓએ એક સંપ કરી ક્રિપાલસિંહ વિસુભા જાડેજાને લોખંડના પાઇપ મારી પગ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ મામલે માળીયા પોલીસે ક્રિપાલસિંહ વિસુભા જાડેજાની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૫, ૩૨૩,૫૦૪, ,૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text