વાંકાનેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગરીઓને ઝડપી લઈ પોલીસે રૂ.14,400ની રોકડ જપ્ત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં આવેલ જલારામ મંદીર પાસે ખુલ્લી શેરી માં સ્ટ્રીટ લાઈટ અંજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ઉપેન્દ્રભાઈ ભરતભાઈ દક્ષીણી, નીરવભાઈ અનીલભાઈ કવૈયા અને વિજયભાઈ હસમુખભાઈ દેત્રોજાને રૂપિયા 14,400 રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text