મોરબીમાં સરકારી કચેરીઓ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સુમસામ

- text


ગ્રામ વિસ્તારના લોકો ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી સરકારી કચેરીઓ ઉડે ઉડે કાગડા

મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં 300 થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યીજવાની હોવાથી ગ્રામ્ય વિસ્તારોના મોટાભાગના લોકો ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા છે. આથી મોરબીની મોટાભાગની સરકારી કચેરીઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અસર જોવા મળી છે અને હાલ ઘણી સરકારી કચેરીઓમાં કાગડા ઉડી રહ્યા હોય તેમ સુમસામ બની ગઈ છે.

મોરબીની મોટાભાગની સરકારી કચેરીઓમાં વિવિધ કામગીરી માટે આવતા લોકોમાં મોટાભાગનો વર્ગ ગ્રામ્ય વિસ્તારનો હોય છે. સામાન્ય દિવસોમાં પણ સરકારી કચેરીઓ લોકોની અવરજવરથી ધમધમતી રહે છે.પણ હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને સરકારી કચેરીઓમાં ગ્રામ્ય વિસ્તારોના લોકોનો ઘસારો સાવ ઓછો થઈ ગયો છે. મોરબી તાલુકા સેવાસદન, જિલ્લા પંચાયત, જિલ્લા કલેકટર કચેરી, એસપી કચેરી, સહિતની મોટાભાગની કચેરીઓમાં હાલ ભાગ્યે જ લોકો જોવા મળે છે. ગામડાના લોકો ચૂંટણીની સોગઠાબાજીમાં વ્યસ્ત થતા સરકારી કચેરીઓ ચૂંટણી પુરી થાય ત્યાં સુધી ખાલીખમ જ રહેશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text