એલઆરડીની પરીક્ષામાં માવઠું વિલન બન્યું

- text


ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, ખેડા અને વાવ ખાતે આવતીકાલથી શરૂ થતી શારીરિક કસોટી મોકૂફ

મોરબી : માવઠાને કારણે આગામી દિવસોમાં લેવાનારી લોકરક્ષકની શારીરિક કસોટી મોકુફ રાખવામાં આવી છે. આ અંગે ભરતી સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને જણાવ્યું છે અને શારીરિક કસોટી અંગે ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરશે.

કમોસમી વરસાદને કારણે એલઆરડી ભરતી પ્રક્રિયામાં મેદાનોની સ્થિતિ ખરાબ હોવાથી ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, ખેડા અને વાવ ખાતે આવતીકાલથી શરૂ થતી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવે છે.નવી તારીખ હવે પછી જાહેર કરવામા આવશે તેવી જાહેરાત ભરતી સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે.

- text

માવઠાને કારણે છ જગ્યા પર લેવાનાર પરિક્ષાઓ મોકુફ રાખવા યુવાનો દ્વારા તેમના મેદાનની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરીને પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી કરી હતી જેને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે અને હવે પછીથી આ મેદાનો ઉપર લેવાનાર શારીરિક કસોટી અંગેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text