ભારતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી : કર્ણાટકમાં 2 કેસ

- text


મોરબી : સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવી દેનાર કોરાના વાયરસના નવા ઓમિક્રોન સ્વરૂપની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી કે આ વેરીયંટના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે. કોરોના વાયરસનું નવું સ્વરૂપ B.1.1.529 ઓમિક્રોન વિશ્વની સામે એક નવી સમસ્યા બની ગયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ઓમિક્રોન પર ચિંતા વ્યક્ત કરી છે.

- text

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના બંને કેસ કર્ણાટકના છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના જે બે કેસની પુષ્ટિ થઈ છે તેમાં 66 વર્ષ અને 46 વર્ષની વયના બે લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. પત્રકાર પરીષદ સંબોધતા લવ અગ્રવાલે કહ્યું હતું કે આ ઓમિક્રોન વેરિઅન્ટ બીટા અને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text