મોરબીમાં રેલી સમયે ટ્રાફિક અટકાવાતા બાઈક ચાલક વિફર્યો, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

- text


રેલીને કારણે ટ્રાફિક અટકાવવા છતાં મારે મોડું થાય છે કહી યુવાને હલ્લો મચાવતા બાઈક ડિટેઇન કરાયું

મોરબી : મોરબીમાં આજે સવિધાન રેલી દરમિયાન પોલીસે ટ્રાફિક અટકાવતા એક યુવાન વિફર્યો હતો અને મારે મોડું થાય છે તેમ કહી પોલીસ સાથે માથાકૂટ કરતા થોડીવાર હંગામો સર્જાયો હતો. બાઈક ચાલક યુવાનની માથાકૂટને કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો. અંતે પોલીસે યુવાનને કાયદાનું ભાન કરાવી તેનું બાઈક ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં આજે સવિધાન દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. આ રેલી ગાંધીચોકમાં આવેલ ડો, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી નહેરુ ગેઇટ ચોક સુધી યોજાઈ હતી. આ રેલી દરમિયાન ગાંધીચોક પાસે રેલી નિકળી જાય તે માટે થોડીવાર માટે પોલીસે ટ્રાફિક અટકાવ્યો હતો.

- text

પોલીસે ટ્રાફિક અટકાવતા એક બાઈક ચાલક યુવાનની કમાન છટકી હતી. ટ્રાફિક રોક્યો હોવા છતાં આ યુવાન ઝડપથી નીકળતા પોલીસે એને અટકાવ્યો હતો. આથી આ યુવાને મારે મોડું થાય તેવી દલીલબાજી કરીને ખાસ્સો સમય સુધી હલ્લો મચાવ્યો હતો. યુવાન અને પોલીસ વચ્ચે ભારે બબાલ થતા ગાંધીચોક પાસે નગરપાલિકા કચેરી નજીક ભારે ટ્રાફિકજામ થયો હતો. અંતે ટ્રાફિક પોલીસે સમગ્ર મામલો સાંભળી લીધો હતો અને યુવાનના બાઇકને ડિટેઇન કરી તેના સામે દંડનીય કાર્યવાહી કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text