મોરબીની મહારાજા ટાઇલ્સવાળી શેરીમાં ગટરનો ખુલ્લો ખાડો બન્યો જોખમી

- text


બે મહિનાથી ગટરનું અધૂરું કામ છોડી દેવતા લોકો અને હોસ્પિટલમાં જતા દર્દીઓ ઉપર જીવનું જોખમ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહારાજા ટાઇલ્સવાળી શેરીમાં ગટરનું કામ બે મહિના પહેલા જ અધુરું છોડી દેવાતા આ ભૂગર્ભ ગટરનો ખુલ્લો ખાડો મોતનો કૂવો બની જાય તેવી દહેશત વર્તાઈ રહી છે. ખાસ કરીને આ રોડ ઉપરથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા દર્દીઓ ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. તેથી તંત્ર વહેલાસર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પછી પેટ્રોલ પંપ સામે આવેલ મહારાજ ટાઇલ્સ વાળી શેરીમાં ગટરનો ખુલ્લો.ખાડો ભયજનક હાલતમાં જોવા મળી રહ્યો છે. જેમાં બે મહિના પહેલા શિયા ગટરનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. તેથી ગટરનો ખુલ્લો ખાડો જેમની તેમ જ હાલતમાં હોવાથી અહીંથી નીકળતા લોકો માટે ખતરારૂપ બન્યો છે. ખાસ કરીને આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી છે.જેના દર્દીઓને લઈને વાહનો આ રોડ ઉપરથી જ પસાર થાય છે. તેમાં પ્રસૂતાઓ તેમજ ઇમરજન્સીવાળા દર્દીઓ પણ હોય છે.ન કરે નારાયણ અને આ ખુલ્લા ખાડાથી અકસ્માત થાય તો એ દર્દીઓ માટે મોટી આફત બની શકે એમ છે. આથી આ ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text