કૃષિ કાયદા પરત ખેંચાતા મોરબીમાં કોંગ્રેસ દ્વારા મંગળવારે વિજય રેલી

- text


મોરબી : મોરબી તાલુકા, શહેર, જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન તથા કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાળા કાયદા પરત ખેંચતા કિસાનોને મળેલ વિજયની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા વિજય રેલી મંગળવારે યોજાશે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાના આદેશ અનુસાર મોરબી તાલુકા/ શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન તથા કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિરોધી કાળા કાયદા પરત ખેંચવાની જાહેરાત કરાતા કિસાનોને મળેલ વિજયની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા વિજય રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન આગામી તારીખ : ૨૩/૧૧/૨૦૨૧ને સવારે – ૧૦:૦૦ વાગ્યે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, સનાળા રોડ, GIDC સામે, શુભ હોટેલની બાજુમાં, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

- text

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કૉંગ્રેસના પ્રભારી કર્ણદેવસિંહ જાડેજા તથા ધારાસભ્ય લલીતભાઇ કગથરા હાજર રહેવાના હોય, મોરબી શહેર/જિલ્લા/તાલુકા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને હાજર રહેવા કે.ડી પડસુંબીયા (પ્રમુખ, મોરબી તાલુકા કૉંગ્રેસ સમિતિ), રાજુભાઇ કાવર (પ્રમુખ,
મોરબી શહેર કૉંગ્રેસ સમિતિ), જયંતીભાઈ જે. પટેલ (પ્રમુખ, મોરબી જિલ્લા કૉંગ્રેસ સમિતિ)ની યાદીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text