મોરબીમાં હાઇવે ઉપર માટી-પથ્થરના ઢગલાનો સિલસિલો યથાવત

- text


આરટીઓ કે પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી જ ન કરતું હોવાથી ભારે વાહનો બેફામ બન્યા : વારંવાર હાઇવે ઉપર માટી-પથ્થરના ઢગલા ખડકી દેતા લોકો ભારે રોષ

મોરબી : મોરબીમાં આરટીઓ અને પોલીસ તંત્રની ઘોર લાપરવાહીને કારણે નેશનલ હાઇવે ઉપર માટી કે પથ્થરના ઢગલા ખડકી દેતા ભારે વાહન ચાલકોની દાદાગીરી ફાટીને ધુમાડે ગઇ છે. જવાબદાર તંત્ર કોઈ કાર્યવાહી જ ન કરતું હોવાથી ભારે વાહનો બેફામ બન્યા છે અને વારંવાર હાઇવે ઉપર માટી-પથ્થરના ઢગલા ખડકી દેતા લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોરબી ત્રાજપર ચોકડી નજીક ઓવરબ્રીજ પાસે નેશનલ હાઇવે ઉપર કોઈ ઓવરલોડ ભારે વાહનના ચાલકે પોતાના વાહનમાંથી માટી તેમજ પથ્થરો ઠાલવી દીધા છે.જેમાં નેશનલ હાઇવે પોણા ભાગનો ઢંકાઈ જાય એ રીતે આ માટી અને પથ્થરોનો ઢગલો ખડકી દીધો છે. રોડની વચ્ચોવચ આ ઢગલો હોવાથી વાહન ચાલકોને અવરજવરમાં ખૂબ જ હાડમારી ભોગવવી પડે છે. આ ઢગલો તારવવા જતા વાહનો સામસામે અથડાઈ તેવી દહેશત છે. એક તો શેરી ગલી કે અને શહેરનો અન્ય માર્ગ નથી.નેશનલ હાઇવે છે. એટલે ભારે વાહનોનો પુરપાટ ઘસારો રહે છે.તેમાં જરાય અડચણ પાલવે તેમ નથી છતાં તંત્ર આવી ઘોર બેદરકારી ચાલવીને ભારે વાહનોની મનમાની સામે ઘુંટણીયા ટેકવી દીધા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

- text

એક જાગૃત નાગરિકે બળાપો ઠાલવતા કહ્યું હતું કે, છેલ્લા થોડા સમયમાં નેશનલ હાઇવે ઉપર માટીના ઢગલા ખડકી દેવાની આ સાતમી ઘટના છે. મોરબી નજીકના નેશનલ હાઇવે ઉપર એક અઠવાડીયું પણ સળંગ એવું પસાર નથી થતું કે,જ્યાં માટીના ઢગલા ખડકાયા ન હોય. વારંવાર નેશનલ હાઇવે ઉપર માટે કે પથ્થરોના ઢગલા કરી દેવામાં આવે છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આથી લોકોમાં ભારે આક્રોશ છે તેથી પોલીસ અને જવાબદાર આરટીઓ તંત્ર વહેલીતકે આ મામલે ગંભીર બનીને કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text