વાંકાનેરમાં બાંધકામના ભાવમાં એકસૂત્રતા લાવવા કોન્ટ્રાક્ટરોની બેઠક યોજાઇ

- text


કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા તમામ પ્રકારના બાંધકામ અને વેચાણિયા મકાનોના નવા ભાવ નક્કી કરાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં બાંધકામના ભાવોમાં એકસૂત્રતા લાવવા કોન્ટ્રાકટર એસોશિએશન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને બીમ કોલમ, લોડ બેરિંગ સહિતના બાંધકામના નવા ભાવો અમલી બનાવી એકતા રાખવા હાકલ કરવામાં આવી હતી.
ગઈકાલે વાંકાનેર કોન્ટ્રાક્ટર એસોસિયેશનની મીટિંગ અહીંની જેઠીબાઈ ભોજનશાળામા યોજાઈ હતી જેમા વાંકાનેર તાલુકાના તમામ કોન્ટ્રાસ્ટરભાઈઓ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં સભ્ય નોંધણી કરી હોદેદારો નક્કી કરવા નક્કી કરાયું હતું.
 વધુમાં આ અગત્યની મિટિંગમા બાંધકામ અંગેના
ભાવ નક્કી કરવામા આવેલ હતા. જેમા બિંમ કોલમવાળા મકાન અને સાદા મકાન (લોડ બેઅરિંગ) અને બંગલો, કૉમર્શિઅલ, શોપિંગ, વેચાણિયા મકાન સહિતની કેટેગરી માટે ભાવ નક્કી કરી એકસૂત્રતા જાળવવા પણ કોન્ટ્રાક્ટરો એકમત થયા હતા.

બાંધકામ કોન્ટ્રાક્ટરોની આ બેઠકમાં હબીબભાઈ વિસર, લાખાભાઈ ગોલતર, મોહસીનભાઈ જાફરાની, દિવ્યરાજ સિંહ, ઇમરાન ભાઈ વિસર, અમજદ ભાઈ વિસર, વોરા  જિતેન્દ્રભાઈ, પરમાર અશોકભાઈ, ગુગડિયા જગદીશભાઈ, વોરા જગદીભાઈ, શેરસિયા ઇલ્મુદિનભાઈ, કડીવાર અબ્દુલ્કાદરભાઈ, લાખા ભાઈ રામભાઈ, ખોરજીયા હારુનભાઈ, વોરા રવજીભાઈ કાનજીભાઈ, શેરસિયા જૈનુલભાઈ, નવિનભાઈ, રફિક ભાઈ જાફરાની, ધીરૂભાઈ લધુભાઈ, સલીમભાઈ સંધિ, ગોપાલભાઈ સોમાભાઈ, પરબતભાઈ, રામભાઈ દાનાભાઈ વગેરે સભ્યો હાજર રહયા હતા અને ટુક સમયમાં વધુ એક મિટિંગ યોજવા સર્વાનુમતે નકકી કરાયું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text