મોરબીના પ્રેમજીનગરમાં ફાકીના પૈસા મામલે બઘડાટી બોલી ગઈ

- text


ગત મોડીરાત્રે બનેલા બનાવમાં ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં રાજકોટ ખસેડાયા : સામે વાળા મોરબીમાં દાખલ, સામસામી ફરિયાદ નોંધવા તજવીજ

મોરબી : મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમા ગઈકાલે મોડીરાત્રે ફાકીના પૈસાની બબાલમાં બઘડાટી બોલી જતા ગેરેજે કામ કરી રહેલા ત્રણ યુવાનો ઉપર ધોકા, તલવાર વડે હુમલો થતા ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે સામે પક્ષે પણ ત્રણેક લોકોને ઇજાઓ પહોંચી હોય હાલ મોરબી પોલીસ રાજકોટ દોડી જઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગરમાં જયેશ વેલજી શેખવા,
ગુલાબ વેલજી શેખવા અને સુનિલ બાબુભાઈ પરમાર ગેરેજે કામ કરતા હતા ત્યારે અજાણ્યા 6 શખ્સો તલવાર ધોકા લઈને ત્રાટકયા હતા અને અચાનક હુમલો કરતા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ આ હુમલા પાછળ ફાકીના પૈસાનો ઝઘડો કારણભૂત હોવાનું અને ઇજાગ્રસ્ત પૈકી ગુલાબ શેખવાને કરિયાણાની દુકાન હોય સુરેશ ચુનિભાઈ નામનો વ્યક્તિ ફાકી લીધા બાદ પૈસા ન આપતો હોય ગુલાબ સહિતના લોકોએ ઝઘડો કરી માર મારતા બન્ને પક્ષ સામસામે આવી ગયા હોવાનું જાણવા મળે છે.

દરમિયાન ગત મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તો રાજકોટ સારવારમાં હોય મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ સહિતની ટીમ રાજકોટ ખાતે દોડી ગઈ છે.હાલ આ બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે.

 

 

- text