ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ફૈબાના દીકરાએ લાકડીઓ ફટકારી

- text


વાંકાનેરના અમરસર ગામનો બનાવ : માતા પુત્રને માથામાં ઇજા થતાં સારવારમાં

વાંકાનેર : વાંકાનેરના અમરસર ગામે ઘર પાસે ગાળો બોલી રહેલ ફૈબાના દીકરાને ટપારતા રોષે ભરાયેલા શખ્સે મામી અને ભાઈને માથામાં લાકડી ફટકારી દેતા બન્નેને સારવારમાં ખસેડવા પડયા હતા.

વાંકાનેરના અમરસર ગામે રહેતા કિશોરભાઇ ભીમજીભાઇ સીતાપરાના ઘર પાસે તેમના ફઈનો દીકરો વિનોદભાઇ જીવાભાઇ ધંધુકીયા ગાળો બોલતો હોવાથી કિશોરભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિનોદે કિશોરભાઈને માથામાં લાકડી ફટકારી દીધી હતી ઉપરાંત વચ્ચે છોડાવવા પડેલા કિશોરભાઈના માતા ગૌરીબેનને પણ આરોપીએ લાકડી મારતા બન્નેને સારવારમાં ખસેડયા હતા.

- text

વધુમાં આ મામલે વાંકાનેર સિટી પોલીસે કિશોરભાઈની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૩ ૫૦૪ તથા જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text