માળીયામાં વરલી મટકાનું નેટવર્ક ઝડપી લેતી એલસીબી : ત્રણ પકડાયા

- text


એલસીબી ટીમના દરોડામાં છ વિરુદ્ધ ગુન્હો નોંધાયો : ત્રણ ફરાર દર્શાવાયા

માળીયા : મોરબી એલસીબી ટીમે માળીયામાં વરલી મટકાના જુગારનું નેટવર્ક ઝડપી લઈ કુલ છ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી ત્રણ શખ્સોને ઝડપી લઈ માળીયા પોલીસને હવાલે કર્યા હતા.

માળીયા ગામના વાગડીયા ઝાપા નજીક આવેલ આવેલ પોસ્ટ ઓફીસની બાજુમા વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી સલમાનભાઇ હુશૈનભાઇ સંધવાણી, સિંકદર સુભાનભાઇ જેડા/મિયાણા અને હિતેશભાઇ નારણભાઇ ચાવડાને ઝડપી લીધા હતા જ્યારે આરોપી હુશૈનભાઇ કાસમભાઇ સંધવાણી, કાસમભાઇ હુશૈનભાઇ સંધવાણી અને ધ્રાંગધ્રાનો ભગતભાઇ નામના શખ્સોનું વરલી મટકાના જુગારમાં નામ ખુલતા પોલીસે ત્રણેયને ફરાર દર્શાવ્યા છે.

- text

વધુમાં એલસીબી ટીમે દરોડા દરમિયાન ત્રણેય આરોપી પાસેથી વરલી મટકાનું સાહિત્ય, રોકડા રૂપીયા 7030 અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 3000 મળી કુલ 10,030નો મુદ્દામાલ કબ્જે કરી માળીયા પોલીસ મથકમાં 6 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text