વાંકાનેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર વાડીના સેઢા પાસે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી રૂ. 36 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર પેડક સોસાયટી નજીક આવે વાડીના સેઢા પાસે લાઈટના અંજવાળે જુગાર રમતા ભરતભાઇ બચુભાઇ ડાભી ઉ.વ.42, રમેશભાઈ મોહનભાઇ માલકિયા ઉ.વ.41 અને હિતેશભાઈ ચંદુભાઈ સંઘાળ ઉ.વ. 29ને પોલીસે પકડી પાડી રૂ. 36,680નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં પીએસઆઈ બી.ડી. જાડેજા, એએસઆઈ હીરાભાઈ, હેડ કોન્સ. હરપાલસિંહ પરમાર, કોન્સ. શક્તિસિંહ જાડેજા, અરવિંદભાઈ મકવાણા, કૃષ્ણરાજસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text