મોરબીમાં ABVP દ્વારા જરૂરિયાતમંદોના લાભાર્થે ‘પરિષદ કી પાઠશાળા’નો આરંભ

- text


મોરબી : ABVP મોરબી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે તે હેતુથી ‘પરિષદ કી પાઠશાળા’નો શુભારંભ કરવામાં આવ્યો છે. 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ બિરસા મુંડાજી જન્મજયંતી નિમિત્તે પાઠશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વિશ્વને સાચા અર્થમાં અમન-શાંતિ જોઈએ છે, તો એની શરૂઆત બાળકોથી કરવી જોઈએ. કોરોના મહામારીથી અસંખ્ય પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે. ગરીબ પરિવાર એમના બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં અસમર્થ છે. એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય હાથ ધર્યું છે.

- text

એક કલાક રાષ્ટ્ર માટે આપવા આગામી સમયમાં પણ દર રવિવારે આ કાર્ય શરૂ રહેશે. હાલ મોરબીના દલવાડી સર્કલ સ્થિત વસ્તીમાં આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પાઠશાળા અંતર્ગત કોઈપણ વ્યક્તિને યોગદાન આપવું હોય તો 83069 14014, 82381 38566 આ નંબર પર સંપર્ક કરી શકે. તેવું ABVP મોરબીની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text