મોરબી જિલ્લામાં આજે કોવિડ મેગા રસીકરણ ઝુંબેશ

- text


આરોગ્ય વિભાગ દ્વારા 202 સ્થળ ઉપર 40 હજાર લોકોને રસી આપવાનો લક્ષ્યાંક

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વેક્સિનેશન ઝુંબેશ જોરશોરથી ચાલુ છે ત્યારે આજે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના પાંચેય તાલુકામાં કુલ 202 સ્થળો ઉપર નાગરિકોને કોરોના સામે સુરક્ષાચક્ર પ્રદાન કરવા 40 હજાર લોકોના રસીકરણ માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મજાની વાત તો એ છે કે આ રસીકરણ ઝુંબેશ અંતર્ગત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય અને આશા કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરી દિવ્યાંગ વ્યક્તિને માનવતાવાદી અભિગમ સાથે રસીકરણ કરી કોરોનાથી સુરક્ષિત કરાયા હતા.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના વેક્સિનેશન ઓફિસર ડો. વિપુલ કારોલિયાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના 18 વર્ષથી વધુ ઉપરના તમામ નાગરિકોને કોરોના સામે સુરક્ષિત કરવા નિયમિત વેક્સિનેશન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે ખાસ ઝુંબેશના ભાગરૂપે મોરબી, ટંકારા, હળવદ, માળીયા અને વાંકાનેર તાલુકામાં વિવિધ 202 સ્થળો ઉપર નાગરિકોને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવા 40 હજાર રસીના ડોઝ ફાળવી સાંજ સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા જોરશોરથી આરોગ્ય કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.

- text

દરમિયાન ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે આવેલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આજે સીએચઓ ડો.અર્ચના ભાડજા, એમપીએચડબ્લ્યુ ધવલ પંડ્યા, એફએચડબ્લ્યુ ભીમાણીબેન આશાવર્કર જયશ્રીબેન ગોહિલ અને સુમીતાબેન ગૌસ્વામીએ રસીકરણની ગ્રાસરુટ લેવલની કામગીરી કરી એકપણ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહે તે માટેના પ્રયત્નો કરી મોટા ખીજડીયા ગામના દિવ્યાંગ વિક્રમસિંહ ગોવુભા ઝાલાને ઉંચકી લઈ માનવતાવાદી અભિગમ સાથે રસીકરણ કર્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text