મોરબી-રાજકોટ હાઇવે ઉપર આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત

- text


આઇસર ચાલકે બંધ ટ્રકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાથી થોડા કિ.મી દૂર આજે આઈશર ચાલકે બંધ ટ્રકને ટકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં હાલ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક પુરપાટ ઝડપે આવી રહેલા આઇસર ચાલકે ત્યાં બંધ હાલતમાં પડેલા ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરથી ભારે ધડાકાનો અવાજ આવતા આજુબાજુના કારખાનામાંથી લોકો દોડી ઘટનાસ્થળે દોડી ગયા હતા.આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંધ હેવી ટ્રક ૫૦ મિટર સુધી ઢસડાયો હતો. આઈશર ચાલક નશામાં ધૂત થઈને ડ્રાઇવિંગ કરતો હોવાથી આ ઘટના બની હોવાની ચર્ચા વહેતી થઈ હતી.આ બનાવને પગલે ડાઈવર ઉધેકાંધ રોડ ઉપર જ પટકાયો હતો અને પુઠાના રોલ રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા.હાલના તબક્કે આ બનાવમાં જાનહાની ન થયાનું જાણવા મળ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text