વાંકાનેરમાં દેશીદારૂ ભરેલી ટવેરા કાર સાથે બે ઝડપાયા

- text


સુરેન્દ્રનગર જિલ્લામાંથી બેરોકટોક દેશી દારૂ ઠાલવતા દેશી બુટલેગરો સામે પોલીસ સક્રિય

મોરબી : મોરબી જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો સસ્તા દેશી દારૂના બંધાણી હોય સુરેન્દ્રનગર જિલ્લામાંથી દરરોજ મોટાપ્રમાણમાં દેશી દારૂ ઠલવાઇ રહ્યો છે ત્યારે ગઈકાલે વાંકાનેર પોલીસે હાઇવે ઉપરથી 500 લીટર દેશી દારૂ ભરેલી ટવેરા કાર સાથે ચોટીલા, સુરેન્દ્રનગરના બે શખ્સોને દબોચી લીધા હતા.

વાંકાનેર સિટી પોલીસ ટીમે અમરનાથ સોસાયટીની સામે નેશનલ હાઈવે રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલી ટવેરા કારની તલાસી લેતા કારમાં સવાર મયુરભાઈ બાબુભાઈ સારોલા, ઉવ-૧૯ તથા સંજયભાઈ ધનજીભાઈ અધારા, ઉવ.૨૨, રહે.કુંભારા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી 500 લીટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.

- text

આ મામલે પોલીસે એક લાખની કિંમતની ટવેરા કાર અને 10 હજારનો દેશીદારૂ મળી કુલ રૂ.1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી પ્રોહીબિશન એકટની કલમ- ૬૫એઈ,૯૮(૨),૮૧ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text