હળવદમાં દેવર્ષિએ યશને ફડાકા મારી છરી ઝીકી દીધી

- text


જુના ઝઘડાનો ખાર રાખી હુમલો કરાતા પોલીસ ફરિયાદ

હળવદ : હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં પાણીની પરબ પાસે ગઈકાલે જુના ઝઘડાનો ખાર રાખી દેવર્ષિ નામના શખ્સે યશ નામના યુવાનને ફડાકા મારી છરી ઝીકી દઈ જાનથી પતાવી દેવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના કણબીપરામાં રહેતા યશ ઉર્ફે ગૌતમભાઇ જયંતીભાઇ ગોઠી ઉ.વ.૧૮ નામના યુવાનને જુના ઝઘડાનો ખાર રાખી દરબાર નાકે રહેતા દેવર્ષિ હિતેશભાઇ રાવલે લક્ષ્મીનારાયણ ચોકમાં યશને ગાલ ઉપર બે ત્રણ ફડાકા મારી ગાળો આપતા યશે ગાળો ન બોલવા જણાવતા ઉશ્કેરાયેલા યશે ગળાના નીચેના ભાગે છરી ઝીકી દઈ જાનથી પતાવી દેવા ધમકી આપી હતી.

- text

બનાવ અંગે યશ ગોઠીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દેવર્ષિ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુંન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text