વિરમગામમાં દારૂના ગૃન્હામાં ફરાર આરોપી વાંકાનેરથી ઝડપાયો

- text


એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને ઝડપી લઈ વિરમગામ પોલીસને હવાલે કર્યો

મોરબી : વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર ખાતેથી મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દબોચી લીધો હતો. એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને ઝડપી લઈ વિરમગામ પોલીસને હવાલે કર્યો છે.

- text

મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન પેરોલ-ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હાના નાસતા ફરતા આરોપી કિશનભાઇ બાબુભાઇ માલણ ઉ.વ. ૨૯ રહે. વાંકાનેર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદિરની બાજુમાં વાંકાનેર જી.મોરબી મુળ ગામ ગારીડા તા.વાંકાનેર વાળાને ગઈકાલે વાંકાનેર ખાતેથી પકડી પાડી વિરમગામ રૂરલ પોલીસને હવાલે કરી દેવાની તજવીજ હાથ ધરી હતી.

આ કામગીરી એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વિરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રાએ કરી હતી.

- text