નવા વર્ષે લક્ષ્મીવાસ ગામને ફોગિંગ મશીનની ભેટ

- text


મોરબી : મહાનગર પાલિકા દ્વારા જન આરોગ્યને ધ્યાનમાં રાખીને આપનાવામાં આવતી ટેકનોલોજી હવે મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામમાં પણ ઉપલબ્ધ બની છે અને નવા વર્ષે લક્ષ્મીવાસ ગામને ફોગિંગ મશીનની ભેટ અર્પણ કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામના યુવા સરપંચ જયદીપભાઈ સંઘાણી દ્વારા ગામમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારી સામે રક્ષણ મેળવવા માટે લક્ષ્મીવાસ ગ્રામ પંચાયતની એક આગવી પહેલ કરવામાં આવી છે.જેમાં ફોગીંગ મશીન વસાવવામાં આવ્યું હતું અને ગામને અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચે જણાવ્યું હતું કે, ગામની સુરક્ષા એજ અમારો એક ધ્યેય છે.

- text

- text