મોરબી જિલ્લામાં દિવાળીની રાત્રે જ ધરા ધ્રુજી : 9.24 મિનિટે 3.3નો ભૂકંપનો આચકો

- text


ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરબીથી 12 કિલોમીટર Latitude: 22.721 Longitude: 70.883 ઉપર 3.3નો આચકો આવ્યાની તંત્રની સત્તાવાર જાહેરાત

તહેવારની ઉજવણી દરમિયાન ભૂકંપનો આચકો અનુભવાતા લોકોમાં ગભરાટ

મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીની રાત્રે જ ધરા ધ્રુજી છે. તહેવારની ઉજવણી દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો ઘરની બહાર પણ દોડી ગયા હતા. તંત્રના જણાવ્યા મુજબ આ આચકો 9.24 મિનિટ અને 3.3.ની તીવ્રતાનો હતો. જેનું કેન્દ્રબિંદુ મોરબીથી 12 કિલોમીટર Latitude: 22.721 Longitude: 70.883 ઉપર હોવાની તંત્રએ સત્તાવાર જાહેરાત કરી છે.

- text

આજે બપોરે ભારત-પાકિસ્તાનની સરહદ નજીક કચ્છ પાસે 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ફરી બીજો ભૂકંપ રાત્રે 9:24 કલાકે આવ્યો હતો. દિવાળીની રાત્રે જ ધરા ધ્રુજી ઉઠતા લોકો ગભરાઇ ગયા હતા. ઘણા લોકો ઘરની બહાર પણ દોડી ગયા હતા. એક તરફ દિવાળીની ઉજવણી ચાલી રહી હતી. તેવામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાનું એપી સેન્ટર મોરબીથી 12 કિલોમીટર દૂર હોવાનું અને આ આચકો રાત્રીના 9.24 મિનિટે આવ્યાનું અને તેની તીવ્રતા 3.3ની હોવાનું તંત્રએ જાહેર કર્યું છે.

- text