મોરબીનો વિદ્યાર્થી વિઝ્યુઅલ આર્ટ્સ (2D) સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

- text


મોરબી : પાટણ ખાતે ઝોન કક્ષાના કલા ઉત્સવમાં મોરબીના વિદ્યાર્થીએ વિઝ્યુઅલ આર્ટ્સ (2D)માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

ગત તા. 1/11/2021 ના રોજ પાટણ ખાતે ઝોન કક્ષાના કલા ઉત્સવનું આયોજન થયેલ હતું. જેમાં મોરબી જિલ્લાના ક્રિષ્ના સ્કુલ મોરબીના ચાવડા જીગ્નેશ અમરશીભાઈ વિઝ્યુઅલ આર્ટ્સ (2D)માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. અને મોરબી જિલ્લા તથા ક્રિષ્ના સ્કુલનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર તથા વિદ્યાર્થી તથા તેઓના માર્ગદર્શકને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આ પહેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવમાં પણ આ વિદ્યાર્થીએ પોતાની ચિત્રકળા બતાવીને તમામ નિર્ણાયકો તથા નિર્દેશકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વિદ્યાર્થીની કળા તથા ચિત્ર શૈલી તેમના જીવનમાં પ્રગતિ લાવે તેવી શુભકામના પાઠવવામાં આવી છે.

- text

ઝોન કક્ષાના કલા ઉત્સવમાં આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ચાવડા જીજ્ઞેશ અમરશીભાઈને શાળાના પ્રમુખ ભરતભાઈ બોપલીયા તથા ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા તથા આચાર્ય હાર્દિકભાઈ પાંચોટીયા તથા શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text