વાડીએ વીજબીલની ઉઘરાણી કરવા ગયેલા વીજકર્મીને ધોકાવી નાખ્યા

- text


જેતપર મચ્છુ ગામે બનેલી ઘટનામાં વીજ કર્મચારીએ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે ખેતીવાડી વીજ કનેક્શનના બાકી બીલના નાણાંની ઉઘરાણીએ ગયેલા વીજ કર્મચારીને વાડી માલિકના પુત્રોએ ધોકાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજન મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે ખેતીવાડી વીજ કનેક્શનના બાકી બીલના નાણાંની ઉઘરાણી માટે ગયેલા વીજ કચેરીના કર્મચારી જગજીવનભાઇ બચુભાઇ મેરજા જ્યોત્સનાબેન હેમંતભાઇ ભાડજાની વાડીએ ગયા હતા.

- text

આ સમયે વાડીએ હાજર આરોપી મહેશભાઇ હેમંતભાઇ ભાડજા અને અમીતભાઇ રહે બન્ને જેતપર(મચ્છુ) વાળાઓએ વીજ બીલના બાકી નીકળતા પૈસા નથી આપવા કહી માથાકૂટ કરી ફરજમાં રુકાવટ કરી માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી.

બનાવ અંગે વીજ કર્મચારી જગજીવનભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૩૨,૧૮૬,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text