ત્રાજપર ચોકડી નજીક કારમાં આગ ભડકી ઉઠી, ત્રણનો બચાવ

- text


કારમાં અચાનક વાયરીગ સ્પાર્ક થતા આગ લાગ્યાનું તારણ, નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર કાર સળગી ઉઠતા થોડીવાર માટે અફડાતફડી

મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક ઓવરબ્રીજ પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર આજે એક કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી. જો કે ભરચકક વિસ્તારમાં કાર સળગી ઉઠતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. સદનસીબે કારમાં આગ લાગતાની સાથે કારમાં સવાર ત્રણ વ્યક્તિ સલામત રીતે નીચે ઉતરી જતા ત્રણેયનો બચાવ થયો હતો.

આગની ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 11-15 વાગ્યાની આસપાસ વાંકાનેર તરફથી આવી રહેલી જી.જે.36 આર 1666 નંબરની કાર મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી મોરબીમાં એન્ટર થઈ રહી હતી.ત્યારે ત્રાજપર ચાર રસ્તા ઉપર ઓવરબ્રીજ પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર આ કારમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતી. જો કે કારમાં ત્રણ વ્યક્તિ સવાર હતા. પરંતુ આગ લાગતાની સાથે ત્રણેય વ્યક્તિ સમયસર નીચે ઉતરી જતા કોઈ જાનહાની થઈ નથી.

કારમાં અચાનક વાયરીગ સ્પાર્ક થતા આગ લાગ્યાનું તારણ છે. જ્યારે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર કાર સળગી ઉઠતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. બાદમાં આ બનાવની જાણ કરતા મોરબી ફાયર બ્રિગ્રેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કારમાં લાગેલી આગને બુઝાવી નાખી હોવાનું જાણવા મળ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text