વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા રવિવારે રંગોળી સ્પર્ધા

- text


વાંકાનેર : ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા રંગોળી સ્પર્ધા કાર્યક્રમ 2021નું 31 ઓક્ટોબર, 2021ને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની પરંપરાને વધુ મજબૂત કરવા ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામા વાંકાનેરના કોઈપણ બહેનો-ભાઈઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે. સ્પર્ધામા ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે. સ્પર્ધામા ભાગ લેનાર દરેક સ્પર્ધકને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્ર આપવામાં આવશે. 1થી 3 વિજેતા સ્પર્ધકને ગિફ્ટ આપી સન્માનિત કરાશે.

સ્પર્ધા 31/10/2021ને રવિવારના રોજ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે બપોરે 3:00થી 5:00 વાગ્યે યોજાશે. રજિસ્ટ્રેશન માટે ફોન અથવા વોટ્સએપ મેસેજ કરી શકાશે. સ્પર્ધામા ભાગ લેવા માટે 30 ઑક્ટોબર રાત્રે 9:00 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે.

- text

રંગોળી સ્પર્ધામા ભાગ લેનાર સ્પર્ધાના સ્થળે બે કલાકની સમય મર્યાદામા પોતે એકલાએ રંગોળી બનાવાની રહેશે અન્ય વ્યક્તિ ની મદદ નહીં લઈ શકાય છે. રંગોળી માટેના જરૂરી કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધક એ પોતાના ખર્ચે લાવવાના રહેશે. રંગોળી મીંડાવાળી તથા ફ્રી-હેન્ડવાળી કોઈપણ બંનેમાંથી એક દોરી શકશે. રંગોળી અમુક ફિક્સ સાઇઝમા દોરવાની રહેશે.

રંગોળી સ્પર્ધા 2 વિભાગમા થશે. વિભાગ 1માં 5થી 15 વર્ષ સુધીના સ્પર્ધક અને વિભાગ 2માં 15 વર્ષથી ઉપરના સ્પર્ધક ભાગ લઇ શકશે. બંનેની સ્પર્ધા સાથે જ રહેશે. સ્પર્ધાના નિયમો, વિભાગ, ઉમર વગેરેનું પાલન કરવાનું રહેશે. વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા વિનંતી કરાઈ છે. આખરી નિર્ણય નિર્ણાયકનો રહેશે. રજિસ્ટ્રેશન માટે 92650 66096 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text