મોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે નીકળેલા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં પોલીસે દિવાળીના તહેવારો નિમિત્તે દારૂબંધીનો કડક અમલ કરાવીને છૂટક ઈંગ્લીશ દારૂની બોટલો લઈને નીકળેલા અમુક શખ્સો ઉપર તવાઈ ઉતારી હતી. જેમાં મોરબીમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે વિદેશી દારૂની બોટલ સાથે નીકળેલા બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જુના ઘુંટુ રોડ વીસામાની મેલડીમાના મંદીર પાસે ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળેલા રાજુભાઈ દિનેશભાઈ સેલાણીયા (ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.મોરબી-૨,સો-ઓરડી,વરીયા મંદીર પાસે) ને ભારતીય બનાવટ ની મેકડોલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ૭૫૦ મી.લી. ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ-૦૩ કિ.રૂ.૧૧૨૫ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

બીજા બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે મોરબીના વાધપરાના નાકા પાસે ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળેલા મનહરભાઇ ઉર્ફે મનીષ ડાયભાઇ સોલંકી (ઉ.વ.૨૨ રહે.અમરેલી ગામ સ્વામી વિવેકાનંદ સ્કુલની પાછળ, મોરબી) ને ભારતીય બનાવટની મેકડોલ્સનં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓનલી ની ૭૫૦ એમ.એલ ની કંપની શીલ બંધ બોટલ નંગ.૧ કિ. રૂ.૩૦૦ નો મુદામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text