મોરબીમાં 31મીએ અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થાનો મહા રક્તદાન કેમ્પ સાથે શુભારંભ

- text


રક્તદાન કેમ્પમાં રાજકીય, ધાર્મિક હસ્તીઓની ઉપસ્થિતમાં જીવનમાં ખૂબ સંઘર્ષ કરી સ્વબળે આગળ આવેલ માતૃશક્તિનું સન્માન કરાશે

મોરબી : મોરબીમાં અનેક સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે. ત્યારે વધુ એક બિન સરકારી N.G.O. અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થાનો શુભારંભ એકતા દિવસ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે 31,ઓક્ટોબર 2021 રવિવારના રોજ સવારે 9.00 વાગ્યે ઉમા ટાઉનશીપ રોડ,સરસ્વતી સોસાયટી, મોરબી-૨ ખાતે શુભારંભ કરવામાં આવશે.

અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થા સેવા પરમો ધર્મ, અને વસુધેવ કુટુંબકમ્ ની ઉદાત્ત ભાવના સાથે જરૂરિયાતમંદ સુધી હાથોહાથ લોહી પહોંચાડવા સહાયરૂપ થવું,સંસ્થાનો મુખ્ય હેતુ માનવ સેવાનો છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા. ગરીબ બાળકોને રાહતદરે સ્ટેશનરી પુરી પાડવી, સાક્ષરતા દર ઉંચો લાવવા પ્રયત્નો કરવા,લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે કાર્યો કરવા,સ્ત્રી-સશક્તિકરણને વેગ મળે તે માટે લઘુ ઉદ્યોગ, ભરત ગૂંથણ જેવા વર્ગો ચલાવવા, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકો સરકારી યોજનાઓને સમજે,લાભ લે એ માટે જાગૃતિ કાર્યક્રમો કરવા, આફતો વખતે લોકોને મદદ પુરી પાડવી આવા હેતુઓ સાથે આ અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થાની શરુઆત થશે.

- text

આ કાર્યક્રમમાં મોરબીની એવી કેટલીક માતૃશક્તિ છે કે, જેમને જીવનમાં ખુબ જ સઘર્ષ વેઠી મુશ્કેલીના સમયમાં આગળ વધીને સમાજમાં મોભાદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવી માતૃશક્તિનું સન્માન કરવામાં આવશે. સાથેસાથે મહા રક્તદાન કેમ્પનું પણ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શુભારંભ કાર્યક્રમમાં ડો.જ્યંતીભાઈ ભાડેસિયા પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી, વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ, મોહનભાઈ કુંડારિયા સાંસદ, રાજકોટ, મહંત પ્રેમસ્વામી, સંસ્કાર ધામ મોરબી, બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકાર, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી કાંતિલાલ અમૃતિયા પૂર્વ ધારાસભ્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેથી લોકોને ખુબ જ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરવા અને અમૂલ્ય દાન એવું રક્તદાન કરવા આહવાન કરવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text