જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષકે જન્મદિવસની અનોખી ઉજવણી કરી

- text


માળીયા (મી.) : માળિયા મીયાણાની જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષકે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

- text

જાજાસર પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ બોરીચા દ્વારા જન્મદિવસની પ્રેરણારૂપ ઉજવણી કરવામાં આવી હતી. હાલના સમયમાં અન્ય ખોટા ખર્ચ ન કરતા તેઓ પોતાની જ શાળાના તમામ વિદ્યાર્થીઓને બટુક ભોજન કરાવી પ્રેરણાદાયી ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, ભાવેશભાઈ બોરીચા, કેશુરભાઈ ચાવડા, ચેતનભાઇ વોરા એ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text