મોરબીમાં પિતરાઈ ભાઈના હાથે ભાઈની હત્યા

- text


મોડી રાત્રે બનેલી ઘટનામાં હત્યારો હાથવેતમાં

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ગત મોડી રાત્રીના પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીકી ભાઈને મોતને ઘાટ ઉતારતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર ઉ.વ.૨૫ને ગત મોડીરાત્રે મકરાણી વાસમાં રહેતા તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદારે અચાનક જ ધસી આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં ઇમરાન શાહમદારને 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

છરીના ઘા ઝીકવાથી ગંભીર રીતે ઘાયલ ઇમરાન શાહમદારને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ગંભીર બનાવ મામલે મોરબી સિટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી હત્યારા પિતરાઈ ભાઈને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે મોરબીમાં છેલ્લા પંદર દિવસથી હત્યા જેવા ગુન્હા અટક્યા છે તેવામાં ગત મોડી રાત્રે હત્યાનો બનાવ બનતા એલસીબી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલમાં હત્યારો પિતરાઈ ભાઈ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text