રિસામણે બેઠેલા જોશનાબેને પુત્રને તેડતા જેઠ સહિતના સસરિયાએ ધોકાવી નાંખ્યા

- text


મોરબીના પાનેલી ગામની ઘટનામાં સાસરિયા પક્ષે ઘરે આવીને હુમલો કરતા ત્રણ ઘાયલ

મોરબી : મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠેલા પરિણીતા પોતાના ભાભી સાથે તેમના સસરાના ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે તેમનો પુત્ર શેરીમાં રમતો હોવાથી પુત્રને તેડતા આ મામલે પરિણીતાના પતિ, જેઠ સહિતના સસરિયાઓ દ્વારા નણંદ ભોજાઈને માર મારવાની સાથે ઘર સુધી પહોંચી કુહાડાના ઘા ઝીકી લેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાનેલી ગામે નવાપરા વિસ્તારમાં રહેતા જોશનાબેન ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડાને સસરિયાઓનો ત્રાસ હોય હાલમાં તેમના પિતા દેવજીભાઇ પરસોતમભાઇ હડીયલના ઘરે રહે છે. દરમિયાન ગઈકાલે જોશનાબેન તેમના ભાઈના પત્ની રમાબેન સાથે જતા હતા ત્યારે તેમના સસરાના ઘર પાસેથી પસાર થતા જોશનાબેનનો પુત્ર બહાર રમતો હોવાથી તેમને પોતાના પુત્રને તેડી રમાડયો હતો.

બીજી તરફ જોશનાબેને પોતાના પુત્રને તેડતા પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડા, જેઠ ભુરાભાઇ દાનાભાઇ ચાવડા જયેશભાઇ ચાવડા અને હરેશભાઇ ચાવડા સાહિતનાઓને ન ગમતા બન્ને નણંદ ભોજાઈને માર મારવા તમામ સાસરિયા એક સંપ કરીને ધસી આવ્યા હતા અને જોશનાબેન, રમાબેન તથા જોશનાબેનના ભાઈ વિનોદભાઈને માર મારી કુહાડાના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી.

- text

આ બનાવ અંગે જોશનાબેન તાલુકા પોલીસ મથકમાં પતિ, જેઠ સહિતના સસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text